नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
4 mins read
તામિલનાડુ
                                
                                                            
           
આ બધાં અભણ હતાં, પોતાના બાળકોને પણ પોતાની સાથે દિવસભર આ જ કામમાં જોડી રાખવા તેમની મજબૂરી હતી. આખુ પરિવાર કામ કરતું ત્યારે તેમને માંડ બે ટંકનું ભોજન મળતું. વિડંબણા તો એ હતી કે સિલ્કનું ઝીણું વણાટ આખા દિવસ કર્યાં પછી મજુરી લેવાના સમયે વારો આવતો ત્યારે આ વણાટ કારીગર મોટેભાગે લાચારી અનુભવતા કારણકે તેમને તેમના હસ્તાક્ષર કરતાં નહોતુ આવડતું, તો વળી પોતાના કામનો અને આવકનો હિસાબ કેવી રીતે રાખે? કાંચીપુરમ્ ના આ વણકર ભાઇઓ સાથે પેઢીઓથી આવું થતું આવતું હતું. નિરક્ષરતાએ તેમના વિકાસના બધાં બારણાં બંધ કરી દીધાં હતાં.
આ બારણાં ત્યારે ખુલ્યાં જ્યારે તેમના માટે થિરુવલ્લુવર રાત્રી પાઠશાળા ચાલુ થઇ. 1981માં જ્યારે સંઘના સેવાવિભાગની રચના થઇ પણ નહોતી ત્યારે તામિલનાડુમાં કાંચીપુરમ્ ના વિભાગપ્રચારક ધનુષજીના પ્રયાસોથી વણકર સમાજ માટે સાંજે 6.30 થી 9.30 સુધી રાત્રી વર્ગ ચાલુ થયાં. સતત 35 સાલથી ચાલતા આ વર્ગોથી આ પરિવારોના 4000 વણકરોને ભણવા અને આગળ વધવામાં મદદ કરી. એટલું જ નહીં સ્વયંસેવકોના આ સાક્ષરતા અભિયાનથી પ્રેરિત થઇ તામિલનાડુ સરકારે પણ આ બસ્તીઓમાં 33 પાઠશાળાઓ શરુ કરી.
ચિન્ના કાંચીપુરમ્ માં રહેવાવાળા પ્રકાશને આજે પણ તે દિવસ યાદ છે, જ્યારે તે પહેલી વાર રાત્રી પાઠશાળામાં આવ્યાં હતાં. 11 વર્ષના પ્રકાશ પોતાના બન્ને ભાઇઓ રમેશ અને બાલાજીની સાથે અહીંયા ભણવા આવતા હતા. આ રાત્રી પાઠશાળામાં આવતા પહેલાં ત્રણ ભાઇ ક્યારેય કોઇ શાળામાં નહોતા ગયાં. આ વર્ગોમાં ત્યાંના શાખા કાર્યવાહ મૂર્તિજી તામિલ, અંગ્રેજી અને ગણિત આ ત્રણ વિષય શીખવતા હતા. સાથે સાથે ગીત, પ્રાર્થના, મંત્ર અને ક્યારેક નૈતિક વાર્તાઓ પણ સંભળવતા હતાં. મૂર્તિજીએ પોતાના જીવનના 20 અણમોલ વર્ષ આ કામ માટે આપ્યાં.
તેમના જેવા સ્વયંસેવકોની તપસ્યાનું જ ફળ છે કે આજે અહીંનો વણકર સમાજ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. પ્રકાશ અને તેનો પૂરો પરિવાર વ્યવસાયથી જ જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધી ચૂક્યો છે. પહેલાં જ્યાં પોતે બીજાને ત્યાં કામ કરતો હતો. આજે તે પોતે માલિક છે અને પોતાના વ્યવસાયથી દર માસે 30થી 35 હજાર રૂપિયા કમાવે છે. પ્રકાશ રાધાકૃષ્ણમ્ અત્યારે ઉત્તર તામિલનાડુ પ્રાંત ના પ્રાંત સહસેવાપ્રમુખની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે. તે માને છે કે, આ નાનકડા સેવાકાર્યએ સેંકડો પરિવારોનું જીવન બદલી કાઢ્યું છે.
ચેન્નાઇથી માંડ 72 કિ.મી. દૂર આ નગરમાં જ્યારે આ સાક્ષરતા અભિયાનની શરુઆત થઇ ત્યારે આ વિસ્તારનું સાક્ષરતા પ્રમાણ માંડ 15% હતું આજે ત્યાં 60% સાક્ષરતા છે. આ અભિયાનના સમયે પ્રાંત સેવાપ્રમુખ અને વર્તમાનમાં સંઘના અખિલ ભારતીય અધિકારી સુંદરલક્ષ્મણજીના કહેવા પ્રમાણે અહીંના વણકર સમાજની બીજી પેઢીમાં હવે કેટલાય યુવકો ગ્રેજ્યુએટ થઇ ગયાં. તે આ વાત પર ખુશ છે અને પોતાના બાળકોને શાળાએ મોકલવા લાગ્યાં છ
સંપર્ક : પ્રકાશ રાધાકૃષ્ણન્
સંપર્ક નંબર : 09444087778
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।